Home India ધરતી,જળ-વાયુને પ્રદુષિત કરતા ઝેરી પ્રદૂષણો વિશ્વના દેશો ક્યારે રોકશે…?

ધરતી,જળ-વાયુને પ્રદુષિત કરતા ઝેરી પ્રદૂષણો વિશ્વના દેશો ક્યારે રોકશે…?

50
0

(જીએનએસ)- દેશમાં જળ-વાયુ પ્રદૂષણમાં મોટાભાગે નાના- મોટા ઉદ્યોગો વધુ જવાબદાર છે. છેલ્લા કેટલાક વર્ષોથી લોકોપયોગી નદીઓમામાં ગંદા પાણી નિકાલના ગેરકાયદેસર જોડાણો કરી જે તે કેટલીક નગરપાલિકાઓ અને કેટલીક મહાનગરપાલિકાઓ પણ લોકોપયોગી નદીઓના પ્રદુષણ વધારી રહ્યા છે. દેશનાં વિવિધ રાજ્યોમાં નદીઓને પ્રદૂષણ મુક્ત રાખવા સરકારનું ખાસ તંત્રો પણ છે. પરંતુ આ તંત્રને નદીમાં કે હવામાં છોડવામાં આવતા પ્રદૂષણની કાંઈ જ પડી નથી. સરકાર હસ્તકનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કેવી કામગીરી કરે છે તેનો અણસાર પ્રજાજનોને પણ થવા લાગ્યો છે. નજરે દેખાતું નદીમાંનુ પાણી પ્રદૂષણ અંગેના પુરાવા સહિત ની ફરિયાદો કરવામાં આવે કે તેને જાહેરમાં પ્રસિદ્ધિ આપવામાં આવે છે અને તે પણ વારંવાર છતા આવી બાબતોને કોઈ અસર પ્રદૂષણ બોર્ડને થતી નથી. એ જ હાલત મનપા આરોગ્ય વિભાગની છે. જાણે છે કે નદીના પાણીનો ઉપયોગ લોકો પીવામાં તેમજ ખેતીમાં વધુ કરે છે અને પ્રદૂષિત પાણીને કારણે લોકો વિવિધ રોગોનો ભોગ બને છે. ત્યારે તેની ફરજ નથી કે તે નદીઓમાં ઝેરી કેમીકલયુક્ત પ્રદુષિત પાણી છોડતા તથા જે-તે નદી વિસ્તારમાં ગટર કનેક્શન દ્વારા નદીમાં છોડાતા ગંદા પ્રદૂષિત પાણી રોકવા પગલાં લઈ શકે.? જોકે હવે જન માનસમાં એક જ વાત સાબિત થઈ ગઈ છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે મ્યુ. આરોગ્ય તંત્ર એટલે “નામ બડે ઔર દર્શન ખોટે”. આમ લોકોમાં એવી ચર્ચા છે કે તંત્ર પ્રજાના સ્વાસ્થ્યની સંભાળ રાખવા શા માટે કોઈ પગલાં લેતું નથી.? કે પછી આંતરિક પ્રસાદમ્ અર્પણ નીતિ છે..?! અને આ પ્રદુષણમાં વધુ ઉમેરો પ્લાસ્ટીક વેસ્ટેજનો થયો છે. તેમાં પણ પીવાના પાણીની ખાલી બોટલો, જે તે ખાધ પદાર્થો પેકીગ પાઉચનો વેસ્ટ, તમાકુ ગુટકા વેસ્ટ તથા 50 માઈક્રોનથી નીચા પ્લાસ્ટિક કે જેનો ઉપયોગ પેકિંગ માટે, સમાન ભરવાના ઝબલા કે થેલી તરીકે થાય છે. તેનું વેસ્ટ પણ વધુ પ્રમાણમાં પ્રદુષણ ફેલાવવામાં મદદ કરે છે. જે હકીકતો સરકારી તથા અર્ધ સરકારી તંત્ર જાણે છે. પરંતુ ક્યા કારણે આવા પ્રદૂષણ રોકવા આકરા પગલા લેવામા આવતા નથી.? તે સૌથી મોટો પેચીદો પ્રશ્ન છે!
વર્ષો પહેલા પ્લાસ્ટિકની શોધ થઈ ત્યારે તે શોધને ક્રાંતિકારી ગણવામાં આવેલ અને આજે એજ શોધ વિશ્વભરના દેશો માટે માથાનો દુખાવો સાબિત થઈ ગઈ છે. પ્લાસ્ટિક જમીનમાં ઉતરતા પાણી રોકે છે, નદીઓમાં વહેતા પાણી રોકવામાં કે પાણીની ઝડપ ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે.પરિણામે ધરતી પણ કસ વિહીન થતી જઈ રહી છે. તેમાં પણ પ્લાસ્ટિક પ્રદૂષણનો ભાગ વધું છે. વિશ્વભરના દેશોમાં એક પણ ઘર, વેપાર-ધંધાનુ સ્થળ એવુ નહીં હોય કે જ્યાં પ્લાસ્ટિકમાંથી બનેલી જે તે ચીજ વસ્તુઓનો ઉપયોગ થતો નહીં હોય. વૈશ્વિક આંકડા દર્શાવે છે કે પ્લાસ્ટિક શોધ પછી 70 વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં 8.3 અબજ ટન પ્લાસ્ટિકનું નિર્માણ થયું છે, અને તે પૈકીના વેસ્ટમાંથી માત્ર 20 ટકા વેસ્ટનુજ રિસાયક્લિંગ થયેલ છે. તો ભારતમાં 26 હજાર મેટ્રીક ટનથી વધુ પ્લાસ્ટિક કચરો પેદા થાય છે, જેમાં વધુ પ્રમાણમા પ્લાસ્ટિક કચરો શહેરોમાં પેદા થાય છે. જ્યારે કે કુલ પ્લાસ્ટિકનું નિર્માણ થયું છે તેમા અડધો અડધ સિંગલ પ્લાસ્ટિકનુ ઉત્પાદન છેલ્લા 20 વર્ષમાં થયું છે અને આ સિગલ પ્લાસ્ટીક ઉત્પાદનોને સૌથી વધુ નુકસાન ધરતી, પશુ- પંખીને કર્યું છે તો માનવ જીવોને વિવિધ ગંભીર રોગોના ભોગ બનાવ્યા છે.અને તેમાં પણ નદીઓના વહેણ અટકાવી ફળદ્રુપ જમીનોને બંજર બનાવી છે. પરિણામે તેની અસરો કૃષિ ઉત્પાદનો પર થઈ છે- કૃષિ ઉત્પાદનો ઓછા થવા લાગ્યા છે. આ બધું છતાં માનવ હિતમાં જળ- વાયુ પ્રદૂષણ રોકવા કોઈપણ દેશની સરકાર કે તેનું તંત્ર આકરા પગલા લેવા તૈયાર નથી.! કારણ શું તે કોઈ સમજી શકતું નથી. જો કે ભારત સરકારે સિગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. પરંતુ તેનો અમલ 2022 જુલાઈ થી કરવામાં આવશે. ભારત સરકારનુ આ એક આગવું હિતકારી પગલુ છે. આવકારદાયક છે. પણ અમલ કેટલો થાય છે તે તો આવનારો સમય બતાવશે.!

Previous articleસીવીએમ યુનિવર્સિટીની એડીઆઈટી કોલેજમા ગ્રીન બિલ્ડિંગ વીકની ઉજવણી
Next articleઆતંકવાદી વિચારધારા ખતમ કરવા વિશ્વના દેશો એક થઈ શકશે.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here