Home Astrology પિતૃ પક્ષમાં નવી વસ્તુઓની ખરીદી કરવી જોઇએ કે નહી, જાણો શું છે...

પિતૃ પક્ષમાં નવી વસ્તુઓની ખરીદી કરવી જોઇએ કે નહી, જાણો શું છે સત્ય

1
0

સનાતન ધર્મમાં પિતૃ પક્ષનો સમય પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયે લોકો તેમના પિતૃઓને યાદ કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ લે છે. પિતૃપક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાની તારીખથી શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવસ્યા એટલેકે આસો માસની અમાસ સુધી ચાલે છે. પિતૃપક્ષના 16 દિવસ હોય છે.
જેને સોળ શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. આ વખતે પિતૃપક્ષનો સમય 2 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી રહેશે. આ સમય દરમિયાન તમારે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. આ સમયે પિતૃઓના આશીષ મેળવવાનો અવસર હોય છે.
પિતૃપક્ષને પિતૃઓનો સમય માનવામાં આવે છે, આ પિતૃઓને યાદ કરવાનો સમય છે, તેથી આ સમયે કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. પિતૃપક્ષમાં નવા કપડા અથવા કોઈ નવી વસ્તુઓ ખરીદવી ન જોઈએ શાસ્ત્રોમાં આ દિવસોને શોકના દિવસો માનવામાં આવે છે.
પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્મ પૂર્વજો માટે આદર સાથે કરવામાં આવે છે. આ દરમિયાન, ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષનો સમય શુભ કાર્યો માટે શુભ નથી. લોકો આ સમયગાળા દરમિયાન કપડાં, ઘરેણાં, વાહનો વગેરેની ખરીદી કરતા નથી. પરંતુ શાસ્ત્રોમાં ક્યાંય એવું લખ્યું નથી કે નવી વસ્તુઓ ખરીદવી અશુભ છે. ચાલો આપણે જાણીએ કે પિતૃ પક્ષમાં, વ્યક્તિએ ખરેખર નવી વસ્તુઓ ન ખરીદવી જોઈએ કે નહી.
શ્રાદ્ધ પક્ષમાં માંગલિક કાર્યો ન કરવા જોઈએ. માંગલિક કાર્યોમાં મુંડન, લગ્ન, ઉપનયન સંસ્કાર, પાવન પૂજા, ગૃહ પ્રવેશ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ કપડાં, ઘરેણાં, વાહનો વગેરે વસ્તુઓ ખરીદી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જ્યારે શ્રાદ્ધ સમયે પૂર્વજો ઘરે આવે છે, ત્યારે નવી વસ્તુઓ જોઈને આનંદ થાય છે. નવી વસ્તુઓની ખરીદી આર્થિક સમૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે અને પૂર્વજો તેમના બાળકોના વિકાસને જોઈને ખુશ થાય છે. તેમનાઆત્માને શાંતિ મળે છે.

Previous articleશ્રાદ્ધ પક્ષમાં કાગડો આપે આવા સંકેત તો સમજો પિતૃઓના મળ્યા આશીર્વાદ, ધન પ્રાપ્તિ કરાવે
Next articleખેડા ના ઠાસરા તાલુકા માં અંઘાડી ગામે સસરા એ ખોટો વહેમ રાખી વહુ ને ગડદા પાટું નો માર માર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here