Home Gujarat રાજકોટમાં કોરોના વાયરલ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે આજે પણ શહેરમાંથી માઠા...

રાજકોટમાં કોરોના વાયરલ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે આજે પણ શહેરમાંથી માઠા સમાચાર મળ્યા છે….

18
0

રાજકોટમાં કોરોના વાયરલ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે આજે પણ શહેરમાંથી માઠા સમાચાર મળ્યા છે. રાજકોટ કોવિડ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં છેલ્લા 24 કલાકમાં વધુ 19 લોકો કોરોના સામેની લડાઈ હારી ચૂક્યા છે અને તેઓ મોતને ભેટ્યા છે. રાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં આ કુલ મોતનો આંકડો હાલ સામે આવી રહ્યો છે. આ દિશામાં હવે કોવિડથી મોત અંગે કમિટી એક નિર્ણય લેવા જઈ રહી છે. આ તમામ વાતો વચ્ચે સૌરાષ્ટ્રનું સૌથી મોટું સોની બજાર આજથી ખલ્યું છે. કોરોનાના કારણે રાજકોટના સોની બજારમાં સ્વંયભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આજે લોકડાઉન પુરું થતાં ફરીથી સોની બજાર ખુલ્યું છે. સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી માર્કેટમાં દુકાનો ખુલશે. અત્યાર સુધી સોની બજારમાં 45 વેપારીઓના મોત થઈ ચૂક્યા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ સોનીબજાર એસોસિયેશને આજે એક મોટો નિણર્ય લીધો છે. રાજકોટમાં સોની બજાર આગામી સોમવારથી નહી, આજથી દુકાનો ખોલવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. જેથી સોની વેપારીઓ આજથી દુકાનો ખોલશે. સૌરાષ્ટ્રની સૌથી મોટું સોની બજાર આજથી ખુલશે.
તમને જણાવી દઈએ કે, કોરોના સંક્રમણને લઈને વેપારીઓ દ્વારા સ્વયં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં રાજકોટની સોની બજાર અને પેલેસ રોડ પર 45થી વધુ સોની વેપારીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. આજથી વેપારીઓ 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી જ દુકાનો અને શો રૂમ ખુલ્લા રાખશે. ગોલ્ડ ડીલર એસોસિએશન અને જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન દ્વારા સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસને કારણે સોની બજાર એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં તેમણે સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. સોની બજાર આગામી સાત દિવસ સુધી લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના પર કાબૂ મેળવવા સોની બજારમાં 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.
રાજકોટની સોની બજારમાં 1500થી વધુ નાની-મોટી જ્વેલરી શોપ આવેલી છે. જેમાં 25 હજાર જેટલા બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે. પરંતુ મોટાભાગના કારીગરો લોકડાઉન બાદ પોતાના વતન જતા રહ્યા છે. તેમજ આખી બજાર સાંકડી શેરીઓમાં આવેલી છે. જેને લઈને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું લગભગ અશક્ય બની જાય છે. રાજકોટની સોની બજારમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોવાથી દરરોજ એક સોની અગ્રણીનું મોત નીપજી રહ્યું હતું. રાજકોટ શહેરની સોની બજારમાં 45 સોની વેપારી અને તેના પરિવારજનો મળીને છેલ્લા 50 દિવસમાં કુલ 45લોકોના મોત નીપજ્યા છે.


Previous articleગુજરાતમાં આગામી 2 દિવસ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે….
Next articleરાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ 20 સપ્ટેમ્બરના રોજ કૃષિ બિલને પસાર કરવા દરમ્યાન વિપક્ષી સાંસદો,…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here