India

‘જેને કોઈનાં પહોંચે એને એનું પેટ પહોંચે’- ખુદ ચીનની જ TV ચેનલે ગલવાનનાં વટાણા વેરી નાંખ્યા

લદ્દાખમાં ભારતની વિરુદ્ધ પ્રોપગેંડા વૉર ચલાવવું ચીની સરકારી ટીવી ચેનલ સીસીટીવી-4ને મોંઘુ પડ્યું છે. સીસીટીવીએ સોમવારની રાત્રે સેટેલાઇટથી મળેલી તસવીરો જાહેર કરી. આમાં સીસીટીવીએ દર્શાવ્યું કે મે મહિનામાં ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોને ગલવાન ખીણમાં ભારતીય વિસ્તારની તરફ ગેરકાયદેસર ગતિવિધિઓથી રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ચીનની આ સ્વીકારોક્તિ બાદ હવે ભારતનો એ દાવો વધારે મજબૂત થઈ ગયો છે કે ચીને ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરી હતી. ગલવાન ખીણમાં ઠીક એક મહિના બાદ આ જગ્યાએ ભારત અને ચીનનાં સૈનિકોની વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. આમાં ભારતનાં 20 જવાનો શહીદ થયા હતા.

ચીની સૈનિકોએ ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરી હતી

મેમાં શરૂ થયેલા વિવાદ બાદ ચીને પોતાના કરાર બાદ પોતાની સેનાને આ વિસ્તારથી દોઢ કિમી દૂર હટાવી લીધી છે. ચીનની સરકારી ટીવી ચેનલ સીસીટીવી-4 પર દર્શાવવામાં આવેલા પ્રોગ્રામમાં ભારતનાં એક હેલીપેડ અને ગલવાન નદીનાં પેટ્રોલ પોઇન્ટ-14 પર શિબિર બતાવવામાં આવી છે. આ પહેલા 15 જૂનનાં ચીની સૈનિકોએ ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરી હતી, ત્યારબાદ ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ચીનનાં પણ અનેક સૈનિકો માર્યા ગયા હોવાના સમાચાર હતા. ચીને પોતાના મૃત્યુ પામેલા અને ઘાયલ સૈનિકોની સંખ્યા જાહેર નથી કરી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જવાનોએ ચીનનાં 40થી વધારે સૈનિકોને માર્યા હતા.

ચીને ફરીથી ગલવાન નદીની આસપાસ નિર્માણ ગતિવિધિઓ વધારી

આ તાજી સેટેલાઇટ તસવીરોમાં એ સ્પષ્ટ જોવા મળે છે કે ભારતીય સૈનિકો અને હેલીપેડ વાસ્તવિક નિયંત્રણ રેખાનાં ભારતીય વિસ્તારમાં હતા. માનવામાં આવે છે કે ચીની સૈનિકોએ જબરદસ્તીથી ભારતીય સૈનિકોને ભારત તરફ પાછા ધકેલ્યા. સાથે જ હેલીપેડ અને તેની આસપાસનાં વિસ્તાર પર કબજો કરી લીધો. 16 જૂનનાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ભારતીય પક્ષે લોહિયાળ સંઘર્ષ દરમિયાન ત્યાં બનાવેલી ચીની શિબિરને નષ્ટ કરી દીધી. જો કે 25 જૂન બાદ ચીને ફરીથી ગલવાન નદીની આસપાસ પોતાની નિર્માણ ગતિવિધિઓ વધારી દીધી.

સીસીટીવીની તસવીરોથી ભારતનો દાવો થયો મજબૂત

ગલવાન ખીણ રણનીતિની દ્રષ્ટિએ ઘણી જ મહત્વની છે. આના દ્વારા ચીની સૈનિક સરળતાથી ભારતીય વિસ્તારમાં જોવા મળી શકે છે. ભારતે હંમેશા કહ્યું છે કે ગલવાન નદીનાં તટવાળો વિસ્તારો અમારો છે જે પેટ્રોલ પોઇન્ટ 14 સુધી આવે છે. ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું હતુ કે ચીની પક્ષે મે મહિનામાં ભારતનાં સૈનિકોની પરંપરાગત પેટ્રોલિંગને રોકવાનો પ્રયત્ન કર્યો. હવે સીસીટીવીની તસવીરોથી ભારતની આ વાત વધારે મજબૂત થઈ ગઈ છે. ચીને આખી ગલવાન ખીણ પર પોતાનો દાવો કર્યો હતો

Leave a Reply

Your email address will not be published.