Home Gujarat રાજ્યમાં વધુ 12 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3259એ પહોંચ્યો...

રાજ્યમાં વધુ 12 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3259એ પહોંચ્યો છે….

61
0

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. બુધવારે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં બુધવારે સૌથી વધુ 1364 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,17,709એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 12 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3259એ પહોંચ્યો છે. જ્યારે 1447 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 83.39 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં સૌથી વધુ કોરોના વાયરસનો હાહાકાર સૌરાષ્ટ્રમાં જોવા મલી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 450 કેસ નોંધાયા છે, અને 40થી વધુના મોત સરકારી ચોપડે નોંધવામાં આવ્યા છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં કોરોનાનો આંક 25000ને પાર પહોંચી ગયો છે. સમગ્ર રાજ્યમાં 22% કેસ માત્રને માત્ર સૌરાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં સૌરાષ્ટ્રમાં 6736 કેસ નોંધાતા સરકારી તંત્ર સહિત સરકારનો જીવ તોળવે ચોટ્યો છે.
બીજી બાજુ રાજકોટ જિલ્લામાં પણ કોરોના કેસ 7000ને પાર પહોંચી ગયા છે. જામનગરમાં 4537, જૂનાગઢમાં 2303 કેસ, ભાવનગરમાં 3586, સુરેન્દ્રનગરમાં 1485 કેસ, અમરેલીમાં 1721 અને મોરબીમાં 1329 કોરોના કેસ સામે આવ્યા છે. આ સિવાય આજે પણ રાજકોટથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ કોવિડ હોસ્પિટલમાં આજે પણ વધુ 33 લોકોના મોત થયા છે. રાજકોટ શહેરના 29, ગ્રામ્યના 2 દર્દી અને અન્ય જિલ્લાના 2 દર્દીના મોત થઈને 33 લોકો કોરોના સામે પોતાની જિંદગી હારી ગયા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here