Home Business ફ્રાન્સ સાથે રાફેલ લડાકુ વિમાનોની ખરીદીમાં જે ક્લોઝની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા હતી,...

ફ્રાન્સ સાથે રાફેલ લડાકુ વિમાનોની ખરીદીમાં જે ક્લોઝની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા હતી, સરકારે તે નીતિને બદલી દીધી છે.

68
0

ફ્રાન્સ સાથે રાફેલ લડાકુ વિમાનોની ખરીદીમાં જે ક્લોઝની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા હતી, સરકારે તે નીતિને બદલી દીધી છે. હવે બે દેશોની સરકારો વચ્ચે અથવા એક જ વિક્રેતાની સંરક્ષણ ખરીદીમાં ઓફસેટ પોલિસી લાગુ થશે નહીં. તાજેતરમાં જ દેશના CAGના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જે કલમ હેઠળ રાફેલ ડીલ કરવામાં આવી હતી અને 30 ટકા ઓફસેટ પૂરા કરવાની વાત નક્કી કરવામાં આવી હતી, હજુ સુધી તે વાયદો પૂરો થયો નથી. તમને જણાવી દઈએ કે, આ કલમ હેઠળ સરકારે ફ્રેન્ચ ઉડ્ડયન કંપની દસો એવિએશન સાથે 36 રાફેલ વિમાન માટે સોદો કર્યો છે.
ઓફસેટ નિયમ શું છે?
રક્ષા ખરીદીમાં ઓફસેટ નિયમ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવતો હતો. આ કલમ સૌ પ્રથમ 2005માં મનમોહન સરકારની સંરક્ષણ પ્રાપ્તિ પ્રક્રિયા (ડીપીપી) હેઠળ લાવવામાં આવી હતી. આ કલમ કહે છે કે વિદેશી કંપનીએ આ ડીલના એક ભાગનું ભારતમાં રોકાણ કરવું પડશે. આમાં ટેક્નોલોજી ટ્રાન્સફર, વિમાનો સાથે જોડાયેલા એડવાન્સ કોમ્પોનેંટ્સનું સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગ અથવા નોકરીઓ ઉભી કરવાની જવાબદારીઓ સામેલ છે.
ઓફસેટ દ્વારા રોકાણ થવાનું હતું
રાફેલ વિમાન ડીલમાં 50 ટકા ઓફસેટ ક્લોઝ મૂળ ટેન્ડર (રાફેલનો મુખ્ય કરાર)નો ભાગ હતો. આ ક્લોઝ હેઠળ ડસોની પાસે કોઈ ખાનગી કંપની પસંદ કરવાનો વિકલ્પ હતો, પણ શરત એ હતી કે, સરકારની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા મુખ્ય પ્રોડક્શન લાઇન તૈયાર કરવામાં આવે. રાફેલના પ્રારંભિક ડીલ હેઠળ ફ્રેન્ચ કંપનીને ભારતમાં ઓફસેટ રૂપે 1,07,415 કરોડનું રોકાણ કરવાનું હતું.
ઓફસેટ ક્લોઝ મુજબ દસો એવિયેશનને 50 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ વિમાનોની ડીલ કરતા સમયે ઓફસેટ કોન્ટ્રાક્ટમાં DRDOને કાવેરી એન્જિન ટેક્નોલોજી આપીને 30 ટકા ઓફસેટ પૂરા કરવાની વાત નક્કી કરવામાં આવી હતી, પણ અત્યાર સુધી આ વાયદો પૂરો કરવામાં આવ્યો નથી. જુની રક્ષા અધિગ્રહણ પ્રક્રિયામાં રક્ષા મંત્રાલયે આ ઓફસેટ નીતિ વિદેશી કંપનીઓ પાસેથી 300 કરોડ રૂપિયાથી વધારેના રક્ષા સોદા માટે બનાવવામાં આવી હતી. જેને ડીએપી 2020માં બદલી દેવામાં આવ્યો છે.
ઓફસેટ હટાવવાની અસર
ઓફસેટ હટાવવાને કારણે વિમાન ક્ષેત્રમાં ટેક્નોલોજી ટ્રાન્સફર, એડવાન્સ કોમ્પોનેંટસની સ્થાનીય મેન્યુફેક્ચરિંગ કે પછી દેશમાં નોકરીઓ પર જોવા મળી શકે છે. ઓફસેટ હેઠળ ભારતમાં જો ટેક્નોલોજી ટ્રાન્સફ થાત તો ભારત પોતાના સ્તરે નિર્માણની દિશામાં આગળ વધી શકતું હતું. જો કે, ફ્રાન્સે તેને ખતમ કરવા માટે ભારત સરકારને કહ્યું હતું કે તે મેક ઈન ઈન્ડિયા હેઠળ વિમાનોના નિર્માણમાં પોતાનું કામ ચાલુ રાખશે.
જાણકારોનું માનીએ તો ઓફસેટ ખતમ થવાની ખરીદવામાં આવનાર વિદેશી સામાને પહેલાં કરતાં સસ્તા થશે. ઓફસેટ ખતમ થવાથી બચત થઈ શકે છે. કેમ કે, વિદેશી સૈન્ય કંપનીઓ પોતાની ઓફસેટ જવાબદારીઓને પૂરીકરવા માટે કિંમતોમાં અનેક ટકાનો વધારો કરતી હોય છે. અને હવે ઓફસેટમાં રોકાણની વાત જ નથી રહી તો આ કંપનીઓ ભાવોમાં ઘટાડો કરી શકે છે. ઓફસેટ ખતમ થતાં ભારતમાં નિર્માણને વધારો મળશે. એટલે જ આત્મનિર્ભર ભારત પોલિસીને જોતાં ડીએપી 2020 નીતિને આગળ વધારવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here