Home India અમેરિકામાં કોરોના બેકાબૂ થતા ટ્રમ્પે પોતાના માટે માસ્કને લઇ કરી મોટી વાત

અમેરિકામાં કોરોના બેકાબૂ થતા ટ્રમ્પે પોતાના માટે માસ્કને લઇ કરી મોટી વાત

8
0

‘સુપરપાવર’ અમેરિકા કોરોના વાયરસ ઇન્ફેકશનની આગળ નિરાધાર થતું દેખાઇ રહ્યું છે. દુનિયામાં સૌથી વધુ સંક્રમણના કેસ અમેરિકામાં નોંધાયા છે. જી હા છેલ્લાં 24 કલાકમાં 70000થી વધુ નવા કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. તેની સાથે જ અહીં વાયરસથી સંક્રમિત થનારા લોકોની કુલ સંખ્યા 3291786 થઇ ચૂકી છે. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે આખરે માસ્ક પહેરવાનો નિર્ણય લીધો છે. જો કે આ માત્ર તેઓ એક પ્રવાસ માટે કરવાના છે.
સતત તેજીથી ઉછળી રહ્યો છે આંકડો
અમેરિકામાં કોરોનાના લીધે 136671 લોકોના મોત થઇ ચૂકયા છે. અહીં 1460495 લોકો સાજા થઇ ગયા છે. છેલ્લાં કેટલાંક દિવસથી અમેરિકામાં 60 હજાર કે તેનાથી વધુ નવા કેસ સામે આવી રહ્યા હતા. તો ટ્રમ્પ પહેલી વખત શનિવારના રોજ માસ્ક પહેરશે. વાત એમ છે કે શનિવારના રોજ ટ્રમ્પ વોલ્ટર રીડ મિલિટ્રી હોસ્પિટલમાં સૈનિકોને મળવા જવાના છે. આથી તેમણે માસ્ક પહેરવાનો નિર્ણય લીધો છે.
હોસ્પિટલમાં માસ્ક પહેરશે ટ્રમ્પ
ટ્રમ્પે ગુરૂવારના રોજ ફોક્સ ન્યૂઝ સાથે વાતચીતમાં માહિતી આપી હતી કે હું વોલ્ટર રીડમાં કેટલાંક મહાન સૈનિકોને મળવા જઇ રહ્યો છું જે ઘાયલ થયા છે. કેટલાંક કોરોનાવાયરસ વર્કર્સને પણ મળીશ જે લોકો આટલું મહાન કામ કરી રહ્યા છે. તેની સાથે જ તેમણે કહ્યું કે જ્યારે વોલ્ટર રીડ જશે તો માસ્કર પહેરશે. તમે હોસ્પિટલમાં છો તો આ કરવું સૌથી શ્રેષ્ઠ છે.
વધુ ટેસ્ટિંગ, આથી વધુ કેસ
ટ્રમ્પ કોરોના પર પોતાના વલણને લઇ પ્રશ્નોમાં ઘેરાયા છે. તેમણે માત્ર લોકડાઉનનો વિરોધ જ કર્યો નથી પરંતુપ માસ્ક પહેરવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી છે. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાને માસ્ક પહેરેલા દેખી શકે નહીં. એટલું જ નહીં દેશમાં વધતા કોરોનાના કેસને લઇ પણ ટ્રમ્પે કહ્યું હતું કે વધુ ટેસ્ટિંગ થઇ રહ્યા છે, આથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ત્યારબાદ સરકારે કેટલીય જગ્યાઓ પર કોરોના ટેસ્ટિંગ સાઇટસનું ફંડિંગ રોકી દીધું હતું


Previous articleમુકેશ અંબાણીએ વોરન બફેટને પછાડ્યા, મિલકતમાં થયો ધરખમ વધારો, જાણો હવે કોણ-કોણ આગળ?
Next articleદેશમાં છેલ્લાં 24 કલાકમાં રેકર્ડબ્રેક કોરોનાના કેસ, સૌથી વધુ મોત, કુલ કેસ 8 લાખને પાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here