સહકાર મંત્રી શ્રી ઈશ્વરસિહ પટેલ દ્વારા કોરોના વાઈરસ અંગે સમીક્ષા બેઠક સાથે સરાહનીય કામગીરી
અંકલેશ્વર તાલુકા પંચાયતના સભાખંડ ખાતે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર અને જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ની ઉપસ્થિતિમાં જિલ્લામાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને ને પહોંચી વળવા સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં હોસ્પિટલોમાં વધુ બેડની વ્યવવસ્થા કરવા તેમજ ઓક્સિજન બેડ પણ વધારવામા આવશે વધુમા અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલો ના ડોક્ટરોએ પણ હોસ્પિટલોમાં સેવા આપવા ની તૈયારીઓ બતાવી હતી તેમજ પંડવાઈ સુગર દ્વાર 10 લાખ ઘારીખેડા સુગર દ્વાર 5 લાખ દૂધ ધારા ડેરી 5 લાખ તેમજ મંત્રીશ્રીના મિત્ર મંડળ દ્વારા પાંચ લાખ મળી કુલ ૨૫ લાખના ખર્ચે બાઇપેક ઓક્સિજન ની વ્યવસ્થા થનાર છે.
તેમજ ૨૦ જેટલા વેન્ટિલેટર ભરૂચ જિલ્લામાં મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના પ્રયત્નોથી મુખ્યમંત્રી દ્વારા ફાળવવામાં આવ્યા છે તેમજ ઉદ્યોગોના ડોક્ટરોને પણ હોસ્પિટલોમાં ચાર કલાક સેવા આપવા માટે નું પણ આયોજન કરવામાં આવ્યું છે આ બેઠક મા જીલ્લા આરોગ્યન વિભાગના ડોક્ટરો, અંકલેશ્વરના ખાનગી હોસ્પિતલના ડોક્ટરો, જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ અનિલભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા કારોબારી અધ્યક્ષ સંદિપ પટેલ, જિલ્લા મંત્રી નિશાંત મોદી, તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા, મામલતદાર, ટી.ડી.ઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.