GUJARAT

મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા ના સફળ પ્રયત્ન થી માંગરોળના વાંકલ ગામે કન્યા સરકારી છાત્રાલય માં કોવિડ કેર સેન્ટર શરૂ થશે

જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી અને અગ્રણી આગેવાનોએ કન્યા છાત્રાલયનું નિરીક્ષણ કર્યું.

માંગરોલ, દેગડીયા –માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સરકારી કન્યા છાત્રાલય ખાતે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા ના સફળ પ્રયત્નો થી કોવિડ કેર સેન્ટર શરૂ કરવા સરકારી તંત્ર દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.


માંગરોળ તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસ ના કશો વધી રહ્યા છે બારડોલી અને માંડવી નું કોવિડ કેર સેન્ટર ફુલ થઈ ગયું છે જેથી માંગરોળ તાલુકાના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા કેટલાક દર્દીઓ ને સમયસર સારવાર નહીં મળતા મોત થવાના બનાવો બન્યા હતા આ સંદર્ભમાં તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી શ્રી ગણપતભાઇ વસાવાની પ્રબળ રજૂઆતો કરી હતી તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા પણ રજૂઆતો કરાઈ હતી જે રજૂઆતોને ધ્યાનમાં લઇ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા દ્વારા સરકારી તંત્રને કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની સૂચના આપવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા. માંડવીના પ્રાંત અધિકારી જન્મ ઠાકોર તેમજ સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર. તાલુકા પંચાયત સદસ્ય ડો. યુવરાજસિંહ સોનારીયા મહામંત્રી મુકુંદભાઈ પટેલ સહિતના આગેવાનોએ સરકારી કન્યા છાત્રાલય માં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે નિરીક્ષણ કર્યું હતું જેથી ટૂંક સમયમાં દર્દીઓને સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Leave a Reply

Your email address will not be published.