ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ હસ્તકની ચિચીનાગાંવઠા રેંજનાં કર્મીઓએ ગેરકાયદેસર સિસમનાં ચોરસા ભરેલી વાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વીરપન્નોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ વન વિભાગનાં હસ્તકની ચિચીનાગાંવઠા રેંજમાં લાગુ ઝાવડાનાં જંગલ વિસ્તારમાં વીરપન્નો ઇમારતી લાકડાની તસ્કરી કરતા હોવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.નિલેશભાઈ પંડ્યાને મળતા તેઓએ ચિચીનાગાંવઠા રેંજનાં આર.એફ.ઓ ગણેશભાઈ ભોયે સહિત વનકર્મીઓની ટીમને સઘન પેટ્રોલિંગ કરવાની સૂચના આપી હતી.
તેવામાં આજરોજ ચિચીનાગાંવઠા રેંજનાં વનકર્મીઓએ બાતમીનાં આધારે મળસ્કે ઝાવડા જંગલ વિસ્તારનાં માર્ગમાં સફેદ કલરની વાન.ન.જી.જે.15.ડી.ડી.8185 ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ આ વાનનાં ડ્રાઈવરને ભણક લાગી જતા વાનને પૂરપાટવેગે હંકારી મૂકી અંધારામાં ઉભી રાખી નાસી છૂટ્યો હતો.અહી સ્થળ ઉપર ચિચીનાગાંવઠા રેંજ કર્મીઓની ટીમે વાનની તલાશી લેતા પાસ પરમીટ વગરનાં સિસમ નંગ-03, 0.423 ઘનમીટર જેની કિંમત 29,610 તથા વાનની કિંમત 30,000 મળી કુલ 59,610નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આર.એફ.ઓ જી.એસ.ભોયેએ હાથ ધરી છે.
(શેખર ખેરનાર ડાંગ)
Home South-Gujarat ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ હસ્તકની ચિચીનાગાંવઠા રેંજનાં કર્મીઓએ ગેરકાયદેસર સિસમનાં ચોરસા...