હિન્દી સંવિધાનિકરૂપે ભારતની રાષ્ટ્રભાષા છે અને સૌથી વધુ બોલાતી અને સમજાતી ભાષા છે. હિન્દી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતનાં વિવિધ પ્રાંતોમાં બોલાય છે. ગાંધીજીએ હિન્દીને એકતાની ભાષા કહી હતી. ચીની ભાષા પછી હિન્દી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત અને વિદેશમાં થઇને લગભગ 80 કરોડથી વધુ લોકો હિન્દી બોલે છે વાંચે છે અથવા લખે છે. ફિજી, મોરેશિયમ, ગુયાના, સુરીનામ અને નેપાળની મોટાભાગની પ્રજા હિન્દી બોલે છે.
14 મી સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસની ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મીરજાપોર પ્રાથમિક શાળામાં નિબંધ અને સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 8 નાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાનાં ઉપશિક્ષિકા શ્રીમતી સોનલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દી દિવસની ઉજવણીનો હેતુ હિન્દી ભાષાનાં પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ કેળવવાનો અને તેને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે રજૂ કરવાનો છે.
શાળાનાં મુખ્યશિક્ષિકા શ્રીમતી અંજના પટેલે બાળકોને આ દિનવિશેષની મહત્તા સમજાવી હતી. તેમણે સૌને વિશ્વ હિન્દી દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.