Home India ભારત ચીનની હવા કાઢી નાંખશે, LAC પર ભલે દબાણ વધારે કોરોના મામલે...

ભારત ચીનની હવા કાઢી નાંખશે, LAC પર ભલે દબાણ વધારે કોરોના મામલે બરાબરનું ઘેરશે

40
0

ચીન પોતાની કરતૂતો પર પડદો નાંખવા માટે બોર્ડર પર ગમે તેટલો તણાવ વધારી દે પરંતુ ભારત તેના દબાણમાં આવશે નહીં. ભારત કોરોના પર ચીન શું છુપાવી રહ્યું છે એ બધાની સામે લાવવાની કોશિષમાં લાગેલું રહેશે. દેશે ખુલ્લેઆમ વૈશ્વિક મંચ પર કહી દીધું છે કે બધા એ મળીને ભાળ મેળવવી જોઇએ કે આખરે કોરોના વાયરસ કયાંથી ફેલાયો છે.
ભારત એ અત્યાર સુધી અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની જેમ ખુલ્લેઆમ ચીનને વાયરસ માટે જવાબદાર ગણાવ્યું નથી. ઓસ્ટ્રેલિયા એ જ્યારે તપાસની વાત કરી તો ત્યારબાદથી ચીને તેને બદલાની ધમકી આપવાની શરૂઆત કરી દીધી હતી. બીજીબાજુ અત્યાર સુધી ભારત માત્ર એટલું કહી રહ્યું હતું કે વાયરસ ફેલાવાની માહિતીને દબાવી રાખવામાં આવી હતી, પરંતુ હવે લહેકામાં થોડીક કડકાઇ દેખાડી છે.
શનિવારના રોજ એલાયન્સ ફોર મલ્ટીલેટરલિસ્મની મીટિંગમાં વિદેશ મંત્રી જયશંકર એ તાસર પર જોર આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે રાજનીતિને અલગ કરીને તેના પર ફોકસ કરવું જોઇએ કે આખરે કોરોના કેવી રીતે ફેલાયો. તેના પરથી આપણે ભવિષ્યના કોઇ મોટા ખતરાને ઉકેલવા માટે પહેલેથી તૈયાર કરી શકીએ છીએ. બીજીબાજુ LAC તણાવ પર ભારતે કહી દીધું છે કે તેની અસર દ્વિપક્ષીય સંબંધો પર પડશે.
આની પહેલાં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ 20મી મેના રોજ એક પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો. તેમાં કોરોના વાયરસ કેવી રીતે આવ્યો અને લોકોમાં તે કેવી રીતે ફેલાયો તે ભાળ મેળવવા માટે બધા એકમત થયા હતા. 122 દેશોએ તેનું સમર્થન કર્યું હતું. અત્યાર સુધીના કેટલાંક રિપોર્ટસમાં તો એ પણ દાવો છે કે વાયરસ પ્રાણીથી મનુષ્ય સુધી પહોંચ્યો. તેનો સોર્સ ચીનના પ્રાણીઓવાળા માંસ માર્કેટને માનવામાં આવી રહ્યું છે.
ચીન પર પ્રેશર બનાવાનું અત્યારે ખાસ અઘરું નથી કારણ કે દેશના સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન જ WHOના એક્ઝિક્યુટિવ બોર્ડના ચેરમેન છે. મતલબ સીધો છે કે ભારત મજબૂત સ્થિતિમાં છે. બીજીબાજુ ચીન વૈશ્વિક દબાણથી ગભરાયેલું છે. પાછલા દિવસોમાં ચીન-આફ્રિકા સમિટમાં તેની ઝલક દેખાઇ. બેઇજીંગમાં થયેલી આ ઇવેન્ટમાં ચીન ખુદને સ્પષ્ટ દેખાડતું હતું. તેણે કહ્યું કે કોરોનાની દવા જો બનાવશે તો આફ્કિન દેશોમાં સૌથી પહેલાં પહોંચાડશે.


Previous articleયાત્રા ધામ ડાકોર માં પ્રથમ કેસ પોઝિટિવ મળતા સ્થાનિકોમાં ફફડાટ..
Next articleચીનને ઘેરવા ઇન્ડિયન એરફોર્સની રણનીતિ તૈયાર, નાપાક હરકતોને આપશે જડબાતોડ જવાબ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here