International

યુદ્ધઘેલા ચીનને અમેરિકા બતાવી રહ્યું છે પરચો, સાઉથ ચીન સીમાં યુદ્ધાભ્યાસનો ધમધમાટ

દક્ષિણ ચીન સાગરમાં ચીન અને અમેરિકાની વચ્ચે તણાવ ચરમ પર છે. ચીની ડ્રેગનની વધતી દાદાગીરી સામે અમેરિકન નૌસેનાએ હવે વિવાદાસ્પદ વિસ્તારમાં જોરદાર યુદ્ધઅભ્યાસ શરૂ કર્યો છે. અમેરિકી નૌસેનાએ દુનિયાભરમાં પોતાના સૈન્ય તાકાતનું પ્રતીક ગણાતા 2 એરક્રાફ્ટને દક્ષિણ ચીન સાગરમાં યુદ્ધઅભ્યાસ માટે મોકલ્યા છે. અમેરિકી નૌસેના દિવસ અને રાત બંને સમયે યુદ્ધાભ્યાસ કરીને ચીનને કોઈપણ દુસ્સાહસની વિરુદ્ધ સખ્ત સંદેશ આપી રહી છે. આ જ વિસ્તારમાં અત્યારે ચીનની નૌસેના પણ મહાઅભ્યાસ કરી રહી છે.

ખુલ્લા હિંદ-પ્રશાંત મહાસાગરનું સમર્થન કરે છે યૂએસ

યૂએસ નેવીનાં લેફ્ટનન્ટ કમાન્ડર શૉન બ્રોફીએ આ વિશે જાણકારી આપી છે. બ્રોફીએ જણાવ્યું કે અમેરિકા દક્ષિણ ચીન સાગરમાં સ્વતંત્ર અને ખુલ્લા હિંદ-પ્રશાંત મહાસાગરનું સમર્થન કરે છે. અમેરિકી નૌસેનાનાં યુદ્ધજહાજો યૂએસએસ નિમિત્ઝ અને યૂએસએસ રોનાલ્ડ રીગન આ વિસ્તારમાં ડ્યૂઅર કેરિયર ઑપરેશન સંચાલિત કરી રહ્યા છે. અમેરિકી નૌસેના અહીં યુદ્ધાભ્યાસ કરી રહી છે. આ ઘટના એવા સમયે આવી છે, જ્યારે ભારત અને ચીનની વચ્ચે ગલવાન વિવાદને લઇને તણાવ છે.

બે એરક્રાફ્ટ કેરિયર અને 4 યુદ્ધજહાજો દિવસ-રાત અભ્યાસ કરી રહ્યા છે

દક્ષિણ ચીન સાગરમાં ચાલી રહેલા આ અભ્યાસમાં અમેરિકી નૌસેનાનાં બે એરક્રાફ્ટ કેરિયર ઉપરાંત 4 યુદ્ધજહાજો દિવસ-રાત અભ્યાસ કરી રહ્યા છે. આ યુદ્ધઅભ્યાસનો ઉદ્દેશ ચીનને કોઈપણ દુસ્સાહસ ના કરવાનો સંદેશ આપવાનો છે. સાથે જ આ વિવાદાસ્પદ વિસ્તારમાં પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનો છે. અમેરિકાએ કહ્યું કે, તેના આ પગલાનો ઉદ્દેશ આ વિસ્તારનાં દરેક દેશને ઉડાન ભરવા, દરિયાઈ વિસ્તારમાંથી પસાર થવા અને આંતરરાષ્ટ્રિય કાયદા પ્રમાણે સહાયતા આપવાનો છે.

બંને એરક્રાફ્ટ કેરિયર પરમાણુ ઊર્જાથી સંચાલિત 

અમેરિકાએ સાઉથ ચાઇના સીમાં આ યુદ્ધાભ્યાસ એવા સમયે શરૂ કર્યો છે જ્યારે આ જ વિસ્તારમાં ચીનની નૌસેના પણ યુદ્ધાભ્યાસ કરી રહી છે. ચીનની નેવી પરાસેલ દ્વીપ સમૂહની પાસે છેલ્લા ઘણા દિવસથી યુદ્ધાભ્યાસ કરીને તાઇવાન અને અન્ય પાડોશી દેશોને ધમકાવવામાં લાગી છે. ચીનનાં આ પગલાનો અમેરિકા અને અન્ય દેશોએ વિરોધ કર્યો હતો. અમેરિકાનાં આ બંને એરક્રાફ્ટ કેરિયર પરમાણુ ઊર્જાથી સંચાલિત છે અને દુનિયામાં અમેરિકી સૈન્યની તાકાતનો પરચો મનાય છે.

Leave a Reply

Your email address will not be published.