Home South-Gujarat વાહ રે કુદરત તારો અદભૂત નજારો એટલે વઘઇનો ગીરાધોધ

વાહ રે કુદરત તારો અદભૂત નજારો એટલે વઘઇનો ગીરાધોધ

33
0

ડાંગ જિલ્લાનાં વઘઇ નજીક અંબિકા નદી પર આવેલ ગીરાધોધ પાણીની આવક સાથે સક્રીય બનતા પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ માટે આહલાદક બની જવા પામ્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચોમાસાની કુદરતી ઋતુચક્રએ છુટા હાથે સૌંદર્ય વેર્યું છે.હાલમાં ચોમાસાની ઋતુ દરમ્યાન સમગ્ર ડાંગ જિલ્લાનું પ્રાકૃતિક વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠયુ છે.અગાઉ કોરોનાની બે ઘાતક લહેરે જનજીવનને ઘરમાં જ કેદ કરી દીધા હતા.હાલમાં કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થતા ઘરમાં જ બેસી કંટાળેલુ જનજીવન પ્રકૃતિનાં ખોળા તરફ વળી રહ્યુ છે.જેમાંય ડાંગ જિલ્લાની વાત કરીએ તો અહી ચોમાસાની ઋતુ દરમ્યાન અફાટ કુદરતી ખજાનો નિહાળવા મળી રહે છે.સાથે કુદરતી વાતાવરણ માનવીનાં મનને શાતા પણ આપે છે.



ડાંગ જિલ્લાનાં સાપુતારા સહિત વઘઇ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતા અંબિકા નદીમાં પ્રથમ વખત ડહોળા નીર વહેતા જોવા મળી રહયા છે.અંબિકા નદીમાં નવા નીરનાં વધામણા થતાની સાથે જ વઘઇ નજીક આવેલ નાઈગ્રા ફોલ એવો ગિરાધોધ પૂરબહારમાં સક્રિય થઈ જતા અહીના દ્રશ્યૌ રમણીય બની જવા પામ્યા છે.વઘઇનો ગીરાધોધ બે દિવસથી સક્રિય થતા અહીનાં સૌંદર્યનો આસ્વાદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.હાલમાં વઘઇનાં ગીરા ધોધ ખાતે દક્ષિણ વન વિભાગ દ્વારા સોવેનિયર શોપ સંકુલનું નિર્માણ કરી સ્થાનિકોને રોજગારી સહિત પ્રવાસીઓને સુવિધા ઉપલબ્ધ કરાવતા આ સ્થળ જનસેલાબથી ઉભરાઈ રહ્યુ છે.કુદરતે ચોમાસાની ઋતુ દરમ્યાન વઘઇ નજીક આવેલ ગીરાધોધ ખાતે છુટા હાથે સૌંદર્ય વેરતા પ્રકૃતિપ્રેમીઓની નજર “વાહ રે “નાં ઉદગાર સાથે ઠરીઠામ થઈ જાય છે.
ડાંગ જિલ્લામાં રવિવારે રાત્રી દરમ્યાન ધોધમાર વરસાદ પડતા લોકમાતાઓમાં અંબિકા અને ખાપરીમાં નવા નિરનાં વધામણા થયા છે.રવિવારે રાત્રી દરમ્યાન પડેલ ધોધમાર વરસાદનાં પગલે મોટાભાગનાં નદી,નાળા, કોતરડાઓ સક્રિય જોવા મળ્યા હતા.સાથે ડાંગી ખેડૂતોનાં ડાંગરનાં ક્યારડાઓ પણ પાણીથી છલોછલ ભરાઈ જતા અમુક ખેડૂતોએ ડાંગરનાં રોપણીની શરૂઆત કરી હતી.જ્યારે ડાંગ જિલ્લાનાં ગામડાઓ સોમવારે દિવસ દરમ્યાન વરસાદ વિના કોરાકટ રહયા હતા.ડાંગ ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 27 મિમી અર્થાત 1.08 ઈંચ,વઘઇ પંથકમાં 32 મિમી અર્થાત 1.28 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 48 મિમી અર્થાત 1.92 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.જ્યારે સુબિર પંથક 24 કલાક દરમ્યાન કોરોકટ રહયો હતો.
શેખર ખેરનાર ડાંગ

Previous articleવધઈ તાલુકા પચાયત ભાજપ હસ્તકની ખુદ ભાજપી તાલુકા સભ્યએ ડીડીઓને ફરીયાદ કરી
Next articleરાજપીપળામાં નગરપાલિકા દ્વારા ઓક્સીજન આપતા ખાસ રોપાઓ નું સાંસદની ઉપસ્થિતમા વૃક્ષારોપણ કરાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here