જો તમને પણ જૂના સિક્કા(Old Coins) અને નોટ કલેક્ટ કરવાનો શોખ છે તો હવે તમે પણ તેનાથી સારી કમાણી કરી શકો છો. આ વર્ષે દિવાળીમાં(Diwali 2020) તમે જૂની નોટ અથવા સિક્કાથી પોતાની કિસ્મત ચમકાવી શકો છો.
જો તમારી પાસે 786 સીરીઝ વાળી નોટ છે તો તમે સારી કમાણી કરી શકો છો. મીડિયા રિપોર્ટ મુજબ આ માટે તમારે માત્ર ઇ-બેની વેબસાઇટ પર જવાનું રહેશે અને ત્યાં તમારી નોટ પર ઇ-બોલી(E-bid) લગાવી સારી કમાણી કરી શકો છો. રિપોર્ટ પ્રમાણે ઇ-બે પર ઇન્ડિયન કરન્સીની(Indian Currency) દુર્લભ નોટોની(Rare Notes) હરાજી થાય છે. ઇ-બે હમેશા દુર્લભ નોટોની બોલી લગાવે છે. આ બોલીમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ ભાગ લઈ શકે છે. 786 સીરિઝ(786 Series) વાળા નોટો પર તમે 3 લાખ રૂપિયા સુધીની બોલી લગાવી શકો છો.
આ સિવાય તમે એક સમાન નંબરની નોટથી પણ કમાણી કરી શકો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં 10 રૂપિયાની એક નોટમાં અંકોની સીરીઝ એક સમાન હતી. આ નોટના બદલે બોલી(Bid) લગાવનાર ગ્રાહકને 3,300 રૂપિયા મળ્યા. જ્યારે રિપોર્ટ મુજબ જો તમારી પાસે એવી 1 રૂપિયાની નોટ છે જેના પર 1917 છપાયેલ છે તો નોટની કિંમત 10,250 રૂપિયા સુધી મળી શકે છે.